ભારતીય સ્વતંત્રતા અધિનિયમ- ૧૯૪૭ | રાષ્ટ્રીય ધ્વજ | રાષ્ટ્રીય પ્રતીક | રાષ્ટ્રગાન | રાષ્ટ્રગીત | રાષ્ટ્રીય કેલેન્ડર

 ભારતીય સ્વતંત્રતા અધિનિયમ- ૧૯૪૭| ભારતીય બંધારણ અને બંધારણ સભા વિશે અગત્યના મુદ્દાઃ | રાષ્ટ્રીય ધ્વજ | રાષ્ટ્રીય પ્રતીક | રાષ્ટ્રગાન | રાષ્ટ્રગીત | રાષ્ટ્રીય કેલેન્ડર | બંધારણનું આમુખભારતીય સ્વતંત્રતા અધિનિયમ- ૧૯૪૭ રાષ્ટ્રીય ધ્વજ રાષ્ટ્રીય પ્રતીક રાષ્ટ્રગાન રાષ્ટ્રગીત રાષ્ટ્રીય કેલેન્ડર
ભારતીય સ્વતંત્રતા અધિનિયમ- ૧૯૪૭

માઉન્ટ બેટન યોજનાને આધારે બ્રિટિશ પાર્લમિન્ટે હિંદ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ – ૧૯૪૭માં પસાર કર્યો, જે મુજબ ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ પાકિસ્તાન અને ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત એમ બે દેશોનું નિર્માણ થયું. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને નીમવામાં આવ્યા હતા. મહાત્મા ગાંધીએ બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા થડાયેલ હિંદ સ્વતંત્રતા ધારી – ૧૯૪૭ને સૌથી શ્રેષ્ઠ ધારો કહ્યો હતો.ભારતીય બંધારણ અને બંધારણ સભા વિશે અગત્યના મુદ્દા

 • ભારતીય બંધારણ માટે સૌપ્રથમ ગોળમેજી પરિષદ બોલાવવાની માંગણી જવાહરલાલ નહેરુએ કરી હતી. બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનોનું પ્રતિનિધિત્વ ફેંક એન્થનીએ કર્યું હતું.
 • બંધારણસભામાં અનુસૂચિત જનજાતિના સભ્યોની સંખ્યા ૩૩ રખાઈ હતી. ૐ બંધારણસભમાં ચૂંટાયેલા તમામ મહિલા સભ્યો કોંગ્રેસ પક્ષ સાથે જોડાયલી હતી.
 • બંધારણસભાની રચના સમયે તેમાં ૮ પરિશિષ્ટ અને ૩૯૫ અનુચ્છેદ હતા. હાલમાં ૪૪૪ અનુચ્છેદ અને ૧૨ પરિશિષ્ટ છે.
 • બંધારણના નિર્માણમાં ૨ વર્ષ, ૧૧ માસ, ૧૮ દિવસ લાગ્યા હતા. ૭ ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ પર ૨૮૪ સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા તેમાં ૮ મહિલાનો સમાવેશ થાય છે.
 • ભારતીય બંધારણનું પ્રથમ વાંચન ૪ નવેમ્બર ૧૯૪૮ના રોજ થયું હતું. જયારે અંતિમ વાંચન ૧૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ કરવામાં આવ્યું હતું. → બંધારણનો સ્વીકાર ૨૬ નવેમ્બર
 • ૧૯૪૯ના રોજ કરાયો હતો. બંધારણનો અમલ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી થયો હતો.
 • બંધારણ ઘડવા માટે કુલ ૬૪ લાખનો ખર્ચ થયો હતો.
 • બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર એમ.એન.રોયને આવ્યો હતો. બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉ.બી.આર.આંબેડકર હતા અને બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ હતા.

જય પ્રકાશ નારાયણ અને તેજબહાદુર સ્મુએ ખરાબ સ્વાસ્થ્યના લીધે બંધારણસભાની ઉમેદવારી ન સ્વીકારી. કોંગ્રેસના ફૈઝપુર અધિવેશન – ૧૯૩૬માં બંધારણ સભા રચવાની સૌપ્રથમ માંગણી થઇ હતી. “ભારતીય બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ’ આવું ગાંધીજીએ કહ્યું હતું.


સમિતિઅધ્યક્ષ
પ્રારૂપ સમિતિડો. ભીમરાવ આંબેકર
કેન્દ્રીય બંધારણ સમિતિજવાહરલાલ નેહરુ
કેન્દ્રીય સંઘશક્તિ સમિતિજવાહરલાલ નેહરુ
સંઘ સરકાર સમિતિજવાહરલાલ નેહરુ
મૂળભૂત અધિકાર સમિતિસરદાર પટેલ
લઘુમતી અધિકાર સમિતિસરદાર પટેલ
પ્રાંતીય સંવિધાન સમિતિસરદાર પટેલ
સંસાલન સમિતિડો.રાજેન્દ્ર પ્રસાદ
કામસલાઉ સમિતિડો.રાજેન્દ્ર પ્રસાદ
ઝંડા સમિતિજે.બી.કૃપલાણી
ઝંડા સમિતિકનૈયાલાલ મુનશી


પ્રારૂપ સમિતિ (ડ્રાફ્ટિંગ કમિટી) ચેરમેન : – ડૉ.બી.આર.આંબેડકર

1એન.ગોપાલસ્વામી આયંગર
2અલ્લાદી કૃષ્ણા સ્વામી ઐયર
3સૈયદ મોહમ્મદ અબ્દુલા
4કનૈયાલાલ મુનશી (એકમાત્ર ગુજરાતી સભ્ય)
5ડી.પી.ખેતાન (૧૯૪૮માં તેમના મૃત્યુ પછી ટી.ટી.કૃષ્ણામાચારીને સભ્યપદ આપવામાં આવ્યુંહતું.)
6એન.માધવ રાવ (બી.એલ.મિતરના સ્થાને નિમણૂક કરવામાં આવી હતી.)

રાષ્ટ્રીય ધ્વજ

૨૪ જુલાઈ ૧૯૪૭ના રોજ બંધારણીય સભાએ રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર કર્યો. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની ડીઝાઇન મેડમભીખાઈજી કામાએ તૈયાર કરી હતી. રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પાહોળાઈનું પ્રમાણ ૩ઃ૨ છે. રાષ્ટ્રધ્વજ ત્રણ રંગોમાં વહેચાયેલ છે. જેમાં કેસરી રંગ બલિદાનનું, સફેદ રંગ શાંતિ અને સત્યનું, લીલો રંગ વિશ્વાસ અને દાક્ષિણ્યનું પ્રતિક છે. વચ્ચે વાદળી રંગનું અશોકચક્ર છે જે પ્રગતિનું પ્રતિક છે.


રાષ્ટ્રીય પ્રતીક

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત સરકારે સારનાથ (વારાણસી)માં સ્થિત અશોક સ્તંભ ઉપરની ચાર સિહોની મુખાકૃતિને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્વીકાર કર્યો છે. જમણી બાજુ બળદ અને હાથી જયારે ડાબી બાજુ ઘોડો અને સિંહ છે, તેની નીચે દેવનાગરી લિપિમાં ‘સત્યમેવ જયતે’ લખાયું છે. જે મૂંડકોપનિષદમાંથી લેવાયેલ છે. જે રાષ્ટ્રીય વાક્ય તરીકે ઓળખાય છે.


રાષ્ટ્રગાન

‘જન – ગણ – મન’ એ આપણું રાષ્ટ્રગાન છે. જેનો બંધારણીય સભાએ ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ સ્વીકાર કર્યો હતો. સૌપ્રથમ ૨૭ ડીસેમ્બર ૧૯૧૧ના રોજ રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ગવાયું હતું. આ ગીતની રચના રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી. આ ગીતમાં કુલ ૫ પદ છે. જેમાંથી પ્રથમ પદનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે. આ પદમાં પ્રથમ અને છેલ્લી પંક્તિ ગવાય છે. રવીન્દ્રનાથ ટાગોરના આ ગીતનું પ્રકાશન સૌપ્રથમ ૧૯૧૨માં ‘તત્વબોધિની’ નામની પત્રિકામાં ’ભારત ભાગ્ય વિધાતા’ શીર્ષક હેઠળ થયું હતું.રાષ્ટ્રગીત

’વંદે માતરમ્’ આપણું રાષ્ટ્રગીત છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત નવલકથા ‘આનંદમઠ’માંથી લેવાયું છે. પ્રથમવાર ૧૮૯૬ના કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ગવાયું હતું.રાષ્ટ્રીય કેલેન્ડર

શક સવંતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે ભારત સરકારે ૨૨ માર્ચ ૧૯૫૭ના રોજ સ્વીકાર કર્યો છે. પ્રથમ માસ ચૈત્ર અને છેલ્લો માસ ફાગણ છે.બંધારણનું આમુખ

ભારતીય બંધારણમાં આમુખનો ખ્યાલ અમેરિકાના બંધારણમાંથી અને આમુખની ભાષા ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલ છે. ૧૩મી ડિસેમ્બર ૧૯૪૬ના રોજ બંધારણસભામાં જવાહરલાલ નહેરુએ આમુખનો ખ્યાલ રજૂ કર્યો હતો. ઈ.સ. ૧૯૭૬માં ૪૨માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને રાષ્ટ્રની અખંડિતતા શબ્દો જોડાયા. બંધારણની પ્રસ્તાવનામાં અનુચ્છેદ – ૩૬૮ને આધારે સંશોધન કરાય કે નહિ તેવા પ્રશ્ન પર સૌપ્રથમ કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રિમકોર્ટે વિચાર કર્યો અને તારણોના અંતે કહ્યું કે ભારતીય સંસદ આમુખમાં સંશોધન કરી શકશે. પરંતુ તેવા ભાગમાં સુધારો નહિ કરી શકાય જે બંધારણનું મૂળભૂત માળખું હોય. ૧૯૭૩માં સુપ્રિમકોર્ટે કહ્યું કે ’આમુખ એ બંધારણનો જ ભાગ છે.’ અત્યાર સુધી બંધારણના આમુખમાં એક જ વાર સુધારો થયો છે. કનૈયાલાલ મુનશીએ આમુખને ’બંધારણની કુંડળી’ તરીકે ઓળખાવી હતી.ભારતીય બંધારણમાં ઉપયોગમાં લેવાયેલ અન્ય દેશોની જોગવાઈ

 • ગણતાંત્રિક વ્યવસ્થા – ફ્રાંસ
 • મૂળભૂત ફરજો – રશિયા
 • મૂળભૂત અધિકારો – અમેરિકા
 • આમુખનો વિચાર – અમેરિકા
 • સુપ્રિમકોર્ટની વહીવટી પદ્ધતિ – અમેરિકા
 • રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા – અમેરિકા
 • સ્વસ્થ અને તટસ્થ ન્યાયતંત્રનો સિદ્ધાંત – અમેરિકા
 • બંધારણમાં સુધારાની પ્રક્રિયા – દ.આફ્રિકા
 • કટોકટીની જોગવાઈ – જર્મની
 • ભારતીય સંસદીય પદ્ધતિ – ઇંગ્લેન્ડ
 • લોકસભાના અધ્યક્ષનો હોદ્દો – ફ્રાંસ
 • એકલ નાગરિકત્વ – બ્રિટન
 • સંસદ તથા વિધાનસભા અને વિધાન પરિષદની પ્રક્રિયા – બ્રિટન
 • સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો ખ્યાલ – ફ્રાંસ
 • કેંદ્ર અને રાજ્યની સહવર્તીની જોગવાઈ _- ઓસ્ટ્રેલિયા
 • “રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો – આયર્લેન્ડ
 • લોકસભામાં એંગ્લો – ઇન્ડિયન અને રાજ્યસભાના સાહિત્ય, કલા, વિજ્ઞાન, સમાજસેલ અને રમતરયતના ક્ષેત્રમાં ખ્યાતનામનાગરિકોની નિમણૂક – આયર્લેન્ડ
 • ‘ઉપરાષ્ટ્રપતિનું પદ – અમેરિકા